ચુડા ના લાલીયાદ ગામે રહેતા જીકુબેન નાગરભાઇ ઝાપડિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પુત્ર વનરાજે આરોપીઓના કુટુંબની યુવતીને તેના સાસરિયામાંથી ઉપાડી લઇ ગયો હોવાની બાબતે હથિયારો સાથે ધસી આવેલા ગૌતમ ભુપત બાંભણીયા, દિવાન જેસંગ બાંભણીયા, ભુપત જેસંગ બાંભણીયા અને અલ્પેશ ભુપત બાંભણીયાએ હાથ માં તલવાર પાઇપ જેવા હથિયારો ધારણ કરી ધસી આવી હુમલો કર્યો હતો જેમાં પૌત્ર ધવલ ને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા