અમદાવાદના વિરાટનગરમાં આદર્શ વિદ્યાલયની 100 ટકા ગ્રાન્ટ રદ કરાઇ..શાળામાં સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલી રહેલા વિવાદના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, અને આ તપાસમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી છે. અગાઉ શાળાના એક શિક્ષકે રાજીનામું આપ્યું હતું, જે બાદ સંચાલકો અને શિક્ષકો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ વધતા, DEO રોહિત ચૌધરીએ શાળામાં તપાસના આદેશ આપ્યા હતાં.