જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ગણેશ ભક્તો દ્વારા શ્રી ગણેશજીની સ્થાપના કરાઈ છે, અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલી છે.જેમાં વિશાલ હોટલ પાસે અને સરદાર રીવેરા સોસાયટી ખાતે કુંડ તૈયાર કરાયા છે.