ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ પાસે ત્રણ સોસાયટીના લોકો જ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્રણ સોસાયટીના લોકો દ્વારા કોમન પ્લોટ મામલે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આ વેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કોમન પ્લોટ મામલે પડતી મુશ્કેલી અંગે સોસાયટીના લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.