કોંગ્રેસ અને RJDના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતા વિશે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાંબુઘોડા ખાતે ધરણાં અને વિરોધ પ્રદર્શનનું આયોજન આજે સોમવારના રોજ કરવામાં આવ્યું હતું જેમા ભાજપના કાર્યકરો ગિરિરાજ ઓફિસ જાંબુઘોડા ખાતે એકઠા થય મોટી સંખ્યામાં ભાજપના મંડળના કાર્યકરો, મહિલા મોરચાના 500 જેટલી મહિલા સભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચોએ હાજર રહ્યા હતા