નેક દ્વારા યુનિવર્સિટી તથા કોલેજોમાં મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નેકની નવી મૂલ્યાંકન પદ્ધતિ સંદર્ભે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એસ.ક્યુ.એ.સેલ તથા નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (KCG)ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે રાજ્યકક્ષાનો માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગીર સોમનાથ,જૂનાગઢ,રાજકોટ,અમરેલી,જામનગર,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની સરકારી,ગ્રાન્ટેડ,પ્રાઈવેટ 29 કોલેજોના 9 જેટલા આચાર્યો તથા 60 થી વધુ પ્રાધ્યાપકો જોડાયા