ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીની પાણીની આવકમાં વધારો થયો છે આ પરિસ્થિતિમાં વણાકબોરી વિયરમાંથી પાણી છોડવાનું નિર્ણય લેવામાં આવ્યો છે.કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ગુરુવારે રાત્રે 11:30 કલાકે વણાકબોરી ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે જેને લઇ ખેડા જિલ્લા કલેકટરે ટ્વિટ કરીને ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામો અને નદી કિનારી રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી છે