કડી પંથકમાં વાહન ચોરી અટકવાનું નામ નથી લઈ ત્યારે વધુ એક વાહન ચોરી ની ઘટના થોળ રોડ પર બનવા પામી હતી. ગઈ તારીખ 23 ઓગસ્ટના રોજ રાત્રે કડી થોળ રોડ પર આવેલ ગુજરાત અંબુજા ફેક્ટરી નજીક મેલડી લોજ બહાર પાસ કરેલું બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો.લૉજ નાં માલિક રીતેશભાઈ રાવળ તેમનું હોન્ડા બાઇક નં.GJ 02 CN 7102 લૉજ પાસે પાર્ક કરેલ હતું.જોકે ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી થી ગણતરીની મિનિટ મા જ ચોરી કરી ફરાર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગઈ .