ધોધમાર વરસાદ અને તોફાની દરિયા વચ્ચે જાફરાબાદની બે તથા રાજપરાની એક બોટ ગઈકાલે ડૂબી ગઈ હતી. કુલ 28 માછીમારોમાંમાંથી 17ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 માછીમારો હજી લાપતા છે. હાલ દરિયો ઉગ્ર હોવાથી શોધખોળ મુશ્કેલ બની રહી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઘટનાસ્થળે પહોંચી મુખ્યમંત્રીને પરિસ્થિતિની માહિતી આપી હતી.