ભાવનગર શહેર નજીક આવેલા કોળીયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે. જે મેળાના એક દિવસ પૂર્વે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિલમબાગ ખાતે ધજાનું પૂજન કરી નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ચલાવવાની પરંપરા છેલ્લા 128 વર્ષથી ચાલી રહી છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા 129 માં વર્ષે શાસ્ત્રોક વિધિ સાથે ધજાનો પૂજન કરાયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.