બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે પાલનપુરમાં આજે શનિવારે સાંજે છ કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદના પગલે લક્ષ્મીપુરાથી હાઇવે ને જોડતો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.