ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દેત્રોજ તાલુકામાં જે ગામોમાં ચૂંટણી છે તે ગામોની DYSP તપનસિંહ ડોડીયા એ મુલાકાત લઇ બેઠક યોજી હતી. વાસણા,અશોકનગર અને ભંકોડા ગામે DYSP તપનસિંહ ડોડીયા, દેત્રોજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગઢવી સહિત પોલીસ એ મુલાકાત લઇ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.