જાંબુઘોડાના નારૂકોટ ખાતે આવેલ ડોનબોસ્કોના આંબાવાડીયામા તા.28 ઓગસ્ટ ગુરુવારના રોજ એક મહાકાય અજગરે બકરાનો શિકાર કરતા ભારે કુતુહલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ અને સર્પ મિત્ર દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો અજગરની લંબાઈ 10 ફૂટ જેટલી હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતુ.જોકે અજગરે કરેલા શિકારમાં બકરાનું મોત નીપજ્યું હતુ જેની માહિતી તા.28 ઓગસ્ટ ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે પ્રાપ્ત થઇ હતી