કાંકરેજ તાલુકાના થરા ખાતે નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર ખાડા અને પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતો થાય છે ત્યારે ગઈકાલે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ત્યારે આજે રવિવારે ત્રણ કલાકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરતાં સ્થાનિકોએ તંત્ર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરતા ઢોલ વગાડી અને તંત્રનો વિરોધ કર્યો હતો.