શહેરીજનોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત મ્યુનિ.કમિ. શ્રી તુષાર સુમેરાએ સ્થળ પર જઈ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ પર જ તમામ જરૂરી માહિતી મેળવી હતી તેમજ કામની ગુણવત્તાની ચકાસણી પણ કરી હતી.