સાયકલોન ની અસર ના કારણે જિલ્લામાં પવન સાથેનાં વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યારે લાખણી તાલુકામા પણ છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમ લાખણી તાલુકામાં વહીવટી દ્વારા ગામેગામ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી અને વૃક્ષઓ પડ્યા અને રસ્તાઓ બન્ધ થયેલા તે તાત્કાલિક પૂર્વરત કર્યા હતા જ્યારે વીજ પુરવઠો વીજ પોલો પડવાના કારણે બંધ થયો હતો તેની કામગીરી પણ ચાલુ કરાઈ છે અને જરૂરિયાત મંદ લોકોને યોગ્ય સેવાઓ પુરી પડાઈ