મહે. તાલુકાના રૂદણ ગામની સીમમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસ આવી હોવાની બૂમો પાડતા કટીંગ કરતા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે રૂ. 61.47 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડ પણ મંજુર કર્યાં હતા. રૂદણ ગામની બાદલા સીમ વિસ્તારમાં ખેતરમાં દરોડો પાડી 61.47 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી આગળની પૂછતાછ, તપાસ તૅમજ કાર્યવાહી હાથ ધરી.