પ્રભાસ ક્ષેત્રમાં આવેલ હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ગંગા નદી જેવી સંગમ આરતીની શરૂઆત છેલ્લા કેટલાક સમયથી થઇ છે.ત્યારે આજે અલગ અલગ રાજ્યોના 35 થી વધુ સચિવો આજે આ સંગમ આરતીમાં જોડાયા હતા.તેમની સાથે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે હાલ ભરપૂર પાણીની આવક થતા કમર સમા પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે આ આરતી અવિરત પણે ચાલી રહી છે.