આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ સાધુવાસવાણી રોડ પર આવેલ મુરલીધર ચોક ખાતે સીટી બસે પિતા પુત્રીને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સીટી બસ ચાલકોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે, આ બાબતે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.