શહેરમાં ફેલાયેલા રોગચાળા વિશે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારી શ્રી જયેશ વાકાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગત સપ્તાહે શરદી ઉધરસના 939,સામાન્ય તાવના 927 અને ઝાડા ઉલટીના181 કેસ ઉપરાંત મેલેરિયાના બે, ટાઇફોડના ત્રણ, કમળાના ચાર અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એક એક કેસ નોંધાયા છે. ઉપરાંત મચ્છરની ઉત્પતિ સબબ રહેણાંકમાં 328 અને કોમર્શિયલ 222 આસામીઓને નોટિસ પણ આપવામાં આવી છે.