ગળતેશ્વર તાલુકાના સેવાલિયા માં આવેલ મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ વહેલી તકે ચાલુ કરવાની માંગ ઉઠવા પામીછેલ્લા બે મહિના જેટલા સમયથી મહીસાગર નદી પરનો ખેડા અને પંચમહાલ જિલ્લા ને જોડતો જૂનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો બે મહિના જેટલો સમય વિત્યા બાદ હવે આસપાસ ના ગ્રામજનો ની સહનશીલતા પણ ખૂટી હોય તેમ લાગી રહ્યું છે આસપાસ ગ્રામજનો અને ક્વોરી ઉદ્યોગકારો દ્વારા આજરોજ ઠાસરા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું