મોડાસા નજીક આવેલા દેવરાજધામ ખાતે આજરોજ ભાદરવી સુદ બીજ નિમિત્તે પરંપરાગત મહા મેળો ભરાતો હોય છે.અહીં ભગવાન રામદેવજી મહારાજના,સંતશ્રી દેવાયત પંડિતની જીવંત સમાધિના દર્શન અને દેવરાજધામ ના ગાદીપતિ મહંત શ્રી ધનેશ્વરગીરી બાપુના આશીર્વાદ લેવા અને ધન્યતા અનુભવવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.ભક્તો ભજન,ભોજન અને ભંડારાનો લઈ ધન્યતા અનુભવે છે.