સિધ્ધનાથ સોસાયટીના વિસ્તારમાં તસ્કરો સીસીટીવી કેમેરા માં કેદ થયેલો વિડીયો વાયરલ થયો. તસ્કરો ના આંટા ફેરા થી રહિશો માં દોડધામ મચી જવા પામી છે. લીંબડી પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તસ્કરોનુ પગેરૂ દબાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોસાયટીના રહીશોએ આ વિસ્તારના હોમગાર્ડ જવાનો નુ નાઇટ પેટ્રોલીંગ વધુ સઘન બનાવવા માટે જિલ્લા પોલીસ વડા ને લેખિત માં રજુઆત કરી છે. સિધ્ધનાથનગર સોસાયટીના સીસીટીવી ફુટેજ આધારે પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.