રાહુલ ગાંધી દ્વારા યોજાયેલ સભામાં વડાપ્રધાનની માતા વિશે અપશબ્દો બોલાતા ભાજપ કાર્યકરો આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આ મામલે ઉગ્રસૂત્રોચ્ચાર કરી આ વાતનો સખત વિરોધ કર્યો હતો. તેમ જ રાહુલ ગાંધી વડાપ્રધાનશ્રીની માફી માંગે તેવી માગણી પણ કરી હતી.તો બીજી બાજુ કોંગ્રેસે પણ ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. મામલો બીચકે તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી અને ભાજપના કાર્યકરોની અટકાયત કરી હતી.