બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લામાં અનેક નદીઓમાં પાણી વહેતા થયા છે તો અનેક નદી નાળાઓ છલકાયા છે ત્યારે આજે રવિવારે ચાર કલાકે પાલનપુર અંબાજી હાઈવે ઉપર આવેલી અર્જુનની નદી બે કાંઠે વહેતી થઈ છે જોકે સિઝનમાં સતત ત્રીજીવાર આ નદી વહેતી થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે