ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે કડાણા અને પાનમ ડેમમાંથી સતત પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવી રહ્યું છે જેની કારણે વણાકબોરી ડેમની સપાટી 238 ફૂટને પાર થઈ છે ત્યારે ડેમમાં પાણીની આવક વધતા વાઈટ સિગ્નલ આપવામાં આવ્યું છે.અને મહીસાગર નદીમાં 4.28 જેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કલેકટર દ્વારા ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. અને નાગરિકોની નદી કિનારેથી દૂર સુરક્ષિત સ્થળ પર ખસી જવા માટે અપીલ કરાઈ છે