ભરૂચ એસટી ડેપોમાં નવી મીની બસ ફાળવવામાં આવી છે.જે મીની બસનું ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવાના હસ્તે લીલી ઝંડી બતાવી આજરોજ બપોરના અરસામાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમ એસટી કર્મચારી તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.