બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.સીડી ગાર્ડન પાસે મેદાનમાં બરવાળા પ્રાંત અધિકારી એસ.વી. ચૌધરી,DYSP મહર્ષિ રાવલ,મામલતદાર કે.બી.ગોહિલ,PI એસ.એ.પટેલ તેમજ નશાબંધી શાખાના અધિકારીની હાજરીમાં 1704 ઈંગ્લીશ દારૂની બોટલ1122 બિયરના ટીન સહિત 5,78,678 ના દારૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામા આવ્યો.