શહેરા થી વાઘજીપુર સુધીનો રસ્તો પહોળો કરવાની સાથે આગામી સમયમાં નવીન બનનાર હોવાથી આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા શહેરા થી વાઘજીપુર તરફના રસ્તા ઉપર દબાણકારોએ જે દબાણો કર્યા છે તે દબાણો દૂર કરી રસ્તાની જમીનને ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,જેને લઈને મંગળવારના રોજ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ટીમને સાથે રાખી આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા શહેરા નગરમાં આવેલ વાઘજીપુર ચોકડીથી દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.