નડિયાદના પીસ રોડ પર સ્થિત લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓછેલા ઘણા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈ આંદોલનો કરી રહ્યા છે પરંતુ કંપની દ્વારા તેમના આંદોલનની અવગણના કરવામાં આવતી હોય તેમ કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા ત્યારે હવે આ કર્મચારીઓની વહરે ખેડા જિલ્લા ભારતીય મજદૂર મહાસંગ આવ્યો છે અને મંગળવારે નડિયાદના સરદાર ભવન ખાતે કર્મચારીઓ તેમજ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારોએ એકઠા થઈ આ બાબતે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી.