બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા સમગ્ર જિલ્લામાંથી દારૂની બધી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય જેને લઇને LCB પોલીસે પાળીયાદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા શિરવાણીયા ગામની સીમમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની દારૂની 852 બોટલો સાથે રૂપિયા 15,45,540 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.2 ઈસમો વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે LCB પોલીસે શિરવાણીયા ગામની સીમમાથી ગેર કાયદેસર ભારતીય બનાવટની દારૂની ફેક્ટરી ઉપર દરોડો પાડ્યો.