આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શહેર નજીક મુંજકાના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં એક મકાન ધરાશાઇ થઈ ગયું હતું.દુર્ઘટના સમયે મકાનની અંદર રહેલ વ્યક્તિ સમયસર બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો અને જાનહાનિ ટળી હતી.ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે તરત જ ઘટના સ્થળે પહોંચી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.