નળસરોવર મા દર વર્ષે યાયાવર પક્ષીઓ આવે છે. જ્યાં પક્ષીના શિકાર ની ફરિયાદ ઉઠતા ફોરેસ્ટ વિભાગ ના ચેકીંગ દરમિયાન ધરજી ગામે રહેતા લીલાબેન ગંગારામ ના મકાન માં ચેકીંગ દરમિયાન બે ઇજાગ્રસ્ત અને બે મૃત પક્ષીઓ તથા 33 જીવતા વિવિધ પક્ષીઓ મળી આવ્યા હતા. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધાયો. આ કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી લીલાબેન ને એક વર્ષ સાદી કેદની સજા અને રૂપિયા 1000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.