ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત લોકોના આરોગ્ય અને સેવા ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ જ શ્રેણીમા કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જરૂરિયાતમંદો માટે 175 રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી.