માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો છેલ્લા કેટલાક સમયથી શિકારની શોધમાં દિપડો ઇસનપુર ગામ આશ્રમ ફળિયામાં ગોકુળભાઈ દેવજીભાઈ ચૌધરી ના ખેતર નજીક આંટાફેરા કરતો હતો જેથી સ્થાનિકો દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરવામાં આવી હતી મારણ ખાવાની લાલચ એ દિપડો પાંજરે પુરાતા વન વિભાગે દીપડાનો કબજો લઈ સુરક્ષિત સ્થળે છોડવા માટે તજવીજ હાથ ધરી છે