રાજુલા નગરપાલિકાના 150 જેટલા હંગામી સફાઈકર્મીઓ 30 દિવસ કામની માગને લઈને હડતાળ પર ઉતરી જતા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. સાંજે પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી હતી, જ્યારે આગરીયા જકાતનાકા પાસે કર્મચારીઓએ રસ્તા રોકી હોબાળો મચાવ્યો અને નગરપાલિકા સામે સૂત્રોચાર કર્યા હતા. હડતાળને કારણે શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે.