જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં 24 એજન્ડાને બહાલી આપવામાં આવી છે, કુલ 35 કરોડ 47 લાખના વિકાસ કાર્યો સ્ટેન્ડની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે, શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો તેમજ વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, રોડ રસ્તા, કોમ્યુનિટી હોલ, ફાયર સ્ટેશન, બાગ બગીચા, વરસાદી પાણીના નિકાલ માટે કામને સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવી છે.