ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે શુક્રવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે નિયાઝ લંગર તકસીમ કરવામાં આવી હતી.જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા