આજરોજ એટલે કે 10 સપ્ટેમ્બર ની મોડી રાત્રે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક બ્લુ કલરની ફોરવ્હીલ ગાડીને કડી છત્રાલ રોડ પર આવેલ છત્રાલ નજીકના આવેલ ટોલનાકા પાસે ની એક કંપની સામે ગમખાર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ ગાડી કડી તરફથી છત્રાલ તરફ જઈ રહી હતી.જેમાં એક યુવક ગાડી ચલાવી રહ્યો હતો તેવું જાણવા મળ્યું છે.તેમજ આ યુવક કડીની મમતા સોસાયટી નો હોવાનું સુત્રો એ જણાવ્યું હતુ.ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.