બોડેલી તાલુકાના જબુગામ મેરીયા બ્રિજ ની પાસે રહેતા એક યુવાનનું મેરીયા નદીમાં મૃતદેહ મળી આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ ઈશ્વરભાઈ બારીયા જેમની ઉંમર અંદાજિત 35 વર્ષ જેટલી હતી તેઓ ગઈકાલ રાત્રિના ઘરે ન આવતા સવારના સમયે શોધ ખોળ કરતા મેરીયા નદીમાં જે નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે તેનાથી નજીકમાં તેમનું મૃતદેહ જોવા મળ્યો હતુ સમગ્ર ઘટનાની જાણ સામાજિક આગેવાનોને કરતા તેઓ સ્થળ પર પહોંચી પોલીસને જાણ કરી હતી