રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ વિભાગોને સુચના આપવામાં આવી છે. જે અંગે રાજકોટ જેતપુર હાઇવે પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દ્રસિંહ રોટ્રવાલે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જેતપુર હાઈવેનું સંપૂર્ણ કામ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અહીંથી પસાર થતાં 25000 જેટલા વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાંથી રાહત મળશે.