રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. રાજુલા સર્વેલન્સ ટીમે શંકાસ્પદ ઇસમને યદુનંદન હોટેલ પાસે ચેક કરતા તેની પાસે રૂપિયા 11.70 લાખ રોકડ અને બે મોબાઇલ મળ્યા હતા. પુછપરછમાં જાણવા મળ્યું કે તે રૂપિયા દ્વારકા જીલ્લાના મુળવેલ ગામે આવેલ મોમાઇ માતાજી મંદીરના આશ્રમમાંથી તથા નાગેશ્રી ગામે આવેલ હનુમાનજી દાદાના આશ્રમમાંથી ચોરી કરેલા હતા. પોલીસે કુલ ₹12,02,000 નો મુદામાલ કબ્જે કર્યો.