વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે કિયા સોનેટ ફોર વહીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈ ડહેલી ગામ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે કદવાલી ગામના પુલ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1800 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 5.49 લાખનો દારૂ અને 7 લાખની કાર મળી કુલ 12.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.