શહેરના ગોંડલ રોડ પર આવેલ રાજુ પાઉંભાજી નજીક ગત મોડી રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ ત્રણ શખ્સો દ્વારા છરી અને પાઇપ વડે એક શખ્સને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. બનાવને પગલે ઘટના સ્થળે એકત્રિત થયેલ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.ત્યારે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અશાંતિ અને ભયનો માહોલ ઉત્પન્ન કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.