માતાના રતનપુરમાં ગત 21 ઓગસ્ટના રોજ ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે મહિલા દ્વારા માતર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા જમાદાર ઘરે આવી તાળું લઈને જતા રહ્યા હતા પરંતુ આજ દિન સુધી ફરિયાદ નહીં નોંધતા આખરે મહિલા દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.