પંચમહાલ જીલ્લાના શહેરા સહિત આસપાસના વિસ્તારમાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં પાણીની આવકમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો થયો હતો,જેની વાત કરીએ શનિવારે બપોરે ૭૧૬૮૬ ક્યુસેક જેવી પાણીની આવક નોંધાઇ હતી,જ્યારે પાણીની અવકને લઈને પાનમ ડેમના ૭ દરવાજા ૮ ફુટ સુધી ખોલી ૭૮૩૬૫ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું,પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ હતી.