ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અકવાડા વિસ્તારમાં આવેલા ચંદ્રોદય પાર્ક 2 નજીક રોડ અત્યંત બિસ્માર હાલતે બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. જે બિસ્માર રોડને લીધે અવાર નવાર અકસ્માતની ઘટના બને છે. ત્યારે અહીંયાથી પસાર થઇ રહેલા બાઈક ચાલક સહિતનાને બિસ્માર રોડના લીધે અકસ્માતે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.