વાલોડ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ભીમપોર ગામે ગરીબ 54 જેટલા નાગરિકોના અલગ અલગ બેંકમાં ખાતા ખોલી 3 કરોડ 71 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કરવાના પ્રકરણમાં વાલોડ પોલીસે ભીમપોર અને સુરતથી ત્રણ ને ઝડપી લીધા છે.જેમાં નરેશ ચૌહાણ, અમીતા ચૌહાણ, અને સુરતના રુજલ શાહ ને ઝડપી લઈ તેમના દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ માટે ખાતા ખોલવામાં આવ્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.