ITM કોલેજમાં અભ્યાસ કરી પરત ઘરે ફરી રહેલા હાલોલ અને ગોધરાના બે વિદ્યાર્થી આસોજ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.વિદ્યાર્થીઓ આજે સોમવારે બપોરે 1 વાગ્યાના અરસામાં એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વોકમેન કંપની પાસે કાર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી.અકસ્માતમા હંસરાજ ઠાકોર અને ગોધરાના યશ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.તાત્કાલિક તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.