ગઈ તારીખ 10 ઓગસ્ટ ના રોજ કડી શહેરના તંબોળીવાસમાં અપશબ્દો બોલવાની બાબતે જહીર અબ્બાસ પર આરોપી જબ્બાર કલાલે તલવાર વડે હુમલો કર્યો હતો.જેમાં જહીર અબ્બાસને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ગઈ કાલે તારીખ 29 ઓગસ્ટે કડીના ચબૂતરા ચોક વિસ્તારમાં મહેબૂબભાઈ મન્સૂરીની બિરયાની ની લારી પર જબ્બાર કલાલ અને અમિતાભ રાજપુત બિરયાની ખાવા આવ્યા હતાં.બિરયાની ના પૈસા માગતા બંને આરોપી ઉશ્કેરાઈ જઈ રહ્યો મહેબુબભાઈ ના દીકરા પર હુમલો છરી વડે હુમલો કર્યો હતો.